✕

રજત પાટીદારની બૅક-ટુ-બૅક ફિફ્ટી છતાં ભારત A વન-ડે સિરીઝ હાર્યું

10 October, 2026 04:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાએ ૮ બોલર્સનો ઉપયોગ કર્યો જેમાં ફાસ્ટ બોલર સ્પેન્સર જૉન્સને ૮ ઓવરમાં ૩૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી. 

રજત પાટીદાર

પૉન્ડિચૅરીમાં આયોજિત ભારત અને ઑસ્ટ્રેલિયા A ટીમોની ૩ વન-ડે મૅચની સિરીઝમાં મહેમાન ટીમે ૨-૦થી કબજો કર્યો છે. ઑસ્ટ્રેલિયન ટીમે ૪૯.૫ ઓવરમાં ૨૭૫-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતની ટીમ ૪૫.૨ ઓવરમાં ૨૦૬ રને ઢેર થઈને ૬૯ રને હારી હતી. 
ઑસ્ટ્રેલિયા માટે ઓપનર સૅમ કૉન્સ્ટૅસે ૮૮ બૉલમાં ૬૭ રન અને વિકેટકીપર-બૅટર જૉશ ફિલિપે ૫૮ બૉલમાં ૫૮ રન કર્યા હતા. કાંગારૂઓએ અંતિમ પાંચ વિકેટ ૪૯ રનમાં ગુમાવી હતી. ફાસ્ટ બોલર્સ અરશદ ખાને ૩ વિકેટ અને યશ ઠાકુરે ૨ વિકેટ લીધી હતી. અન્ય ૪ ઑલરાઉન્ડર્સને એક-એક વિકેટ મળી હતી. 
રન-ચેઝ દરમ્યાન ભારતીય ટીમે ૨૮.૬ ઓવરમાં ૧૧૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા સ્થાને રમવા આવેલા રજત પાટીદારે ૮૧ બૉલમાં ૩ ફોર, ૧ સિક્સની મદદથી ૬૭ રન કરીને સતત બીજી ફિફ્ટી નોંધાવી હતી. વિપ્રજ નિગમે ૧૬ બૉલમાં ૨૩ રન અને અનુકૂલ રૉયે ૪૦ બૉલમાં અણનમ ૩૪ રન કરીને ટીમનો સ્કોર ૨૦૦ પાર પહોંચાડ્યો હતો. 
ઑસ્ટ્રેલિયાએ ૮ બોલર્સનો ઉપયોગ કર્યો જેમાં ફાસ્ટ બોલર સ્પેન્સર જૉન્સને ૮ ઓવરમાં ૩૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી. 

australia indian cricket team sports news sports cricket news