સાઉથ આફ્રિકન અમ્પાયર મૂળ રત્નાગિરિના!

06 January, 2022 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે અમ્પાયર તરીકે ટેસ્ટમાં ડેબ્યુ કરનાર સાઉથ આફ્રિકાના અલ્લાઉદ્દીન પાલેકર મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં ખેડ તેહસિલના શિવ ગામના વતની છે.

સાઉથ આફ્રિકન અમ્પાયર મૂળ રત્નાગિરિના

ગઈ કાલે અમ્પાયર તરીકે ટેસ્ટમાં ડેબ્યુ કરનાર સાઉથ આફ્રિકાના અલ્લાઉદ્દીન પાલેકર મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં ખેડ તેહસિલના શિવ ગામના વતની છે. તેમના જેવી જ અટક ધરાવતા દુર્વેશ પાલેકર અત્યારે શિવ ગામના સરપંચ છે. અલ્લાઉદ્દીન પાલેકરના જન્મ પહેલાં તેમના પિતા નોકરી માટે રત્નાગિરિથી સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. અલ્લાઉદ્દીનનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો.
અમ્પાયર પાલેકરે ૨૦૧૪માં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચેની રણજી ટ્રોફી મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું. એ મૅચમાં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયરે સદી ફટકારી હતી. અલ્લાઉદ્દીનના પિતા જમાલુદ્દીન પણ અમ્પાયર હતા.

Sports news cricket news ratnagiri