MS ધોનીનો ફેન બન્યો આ વિદેશી ખેલાડી, કહ્યું તેની સાથે રમવું સદ્ભાગ્ય

31 January, 2021 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

MS ધોનીનો ફેન બન્યો આ વિદેશી ખેલાડી, કહ્યું તેની સાથે રમવું સદ્ભાગ્ય

ફાઇલ ફોટો

ઇમરાન તાહિરે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ધોની સાથે રમવું હંમેશાં મારી માટે આનંદની વાત હોય છે. હું છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે રમતો આવ્યો છું. મારી માટે તે મહાન વ્યક્તિ છે. તે દરેકને સમજે અને સન્માન આપે છે.

સાઉથ આફ્રિકાના પૂર્વ લેગ-સ્પિનર ઇમરાન તાહિરે ચેન્નઇ સુપરકિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ખૂબ જ વખાણ કર્યા છે. તાહિરે ધોનીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કહ્યો છે. તાહિર આઇપીએલમાં છેલ્લી ત્રણ સીઝનથી ધોનીની કૅપ્ટનશિપમાં સીએસકે માટે રમી રહ્યો છે. તે આગળ પણ ધોનીની કૅપ્ટનશિપમાં સીએસકે માટે રમવા માગે છે.

ઇમરાન તાહિરે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "ધોની સાથે રમવું હંમેશા મારી માટે આનંદની વાત હોય છે. હું છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે રમું છું. મારી માટે તે મહાન વ્યક્તિ છે. તે બધાંને સમજે અને સન્માન આપે છે. તેને રમતની સારી સમજણ છે, તે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. ધોનીને ખબર છે કે મેદાનમાં ફિલ્ડર ક્યાં ઊભા રાખવા છે. અમારે ફક્ત આવીને બૉલિંગ કરવાની હોય છે. તમે ક્રિકેટર તરીકે તેમની પાસેથી ઘણું બધું શીખી શકો છો. હું મારી ટીમમાં હંમેશાં તેમને રાખીશ. હું ઇચ્છું છું કે નજીકના ભવિષ્યમાં પણ સીએસકે માટે રમતો રહું."

2020ના આઇપીએલમાં સીએસકે લીગ મેચ દરમિયાન જ આઇપીએલમાંથી બહાર થઈ ગઈ હતી પણ તાહિરને લાગે છે કે 2021માં સીએેસકે પોતાનું નસીબ બદલશે અને ફરી એકવાર જીતશે. તાહિરે આગળ કહ્યું, "આઇપીએલની છેલ્લી સીઝનમાં અમે નિરાશ હતા કારણકે અમે જીતી શક્યા નહોતા. પણ જીતવું હંમેશાં જરૂરી નથી હોતું. મારું માનવું છે કે ટીમનું કલ્ચર મહત્વનું હોય છે."

તેણે કહ્યું કે, આઇપીએલની નવી સીઝનમાં અમને સારા પ્રદર્શનની આશા છે. અમે સખત મહેનત કરવા જઈ રહ્યા છીએ અને બહેતર રણનીતિ સાથે ઉતરશું. આશા છે, અમે સીએસકે માટે આ વર્ષે સારું કરશું. અમે અમારી ટીમ માટે 500 ટકા આપશું.

cricket news sports sports news south africa