દક્ષિણ આફ્રિકી ફાસ્ટ બોલર ડેલ સ્ટેને તોડયો કપિલ દેવનો રેકોર્ડ

15 February, 2019 07:37 PM IST  | 

દક્ષિણ આફ્રિકી ફાસ્ટ બોલર ડેલ સ્ટેને તોડયો કપિલ દેવનો રેકોર્ડ

તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ

દક્ષિણના અનુભવી અને ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટેને શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન કપિલ દેવને પાછળ મુક્યો છે. ડેલ સ્ટેને ટેસ્ટમાં ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટેને કપિલ દેવનો 434 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. શ્રીલંકાની સામેની ટેસ્ટ દરમિયાન ઓશાદા ફર્નાંડોની વિકેટ લેતાની સાથે આ રેકોર્ડ તોડ્યો હતો.

સ્ટેનના નામે વધુ એક રેકોર્ડ બન્યો

કપિલ દેવનો રેકોર્ડ તોડતાની સાથે સ્ટેન દક્ષિણ આફ્રિકાનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ છે. શ્રીલંકા સામેની ટેસ્ટમાં સ્ટેને 4 વિકેટ ઝડપી હતી. સ્ટેને સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 7માં સ્થાને પહોંચ્યો છે. એક સ્ટેપ ઉપર ચઢતા ડેલ સ્ટેને ભારતીય દિગ્ગજ કપિલ દેવને પાછળ છોડ્યા છે.

ડેલ સ્ટેનને તેની ઘાતક બોલિંગ માટે ઓળખવામાં આવે છે. તેની ફાસ્ટ બોલિંગ અને સ્વિંગના કારણે વિરોધી ટીમના બેટ્સમેન માટે ઘણીવાર મુશ્કેલી ઉભી કરી છે અને આ જ કારણ છે તે સાઉથ આફ્રિાની ટીમનો મહત્વનો ભાગ છે અને ટીમની જીતમાં મહત્વનો ભાગ ભજવે છે. આ સિવાય પણ કેટલાક બોલરો જેમના નામે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે.

ટેસ્ટમાં સૌથી વઘુ વિકેટ લેનારા બોલરો

બોલર                 દેશ           મેચ        વિકેટ
મુરલીધરન           શ્રીલંકા         133       800
શેન વૉર્ન            ઓસ્ટ્રેલિયા     145      708
અનિલ કુંબલે        ભારત          132       619
જેમ્સ એન્ડરસન     ઈંગ્લેન્ડ        148       575
ગ્લેન મેકગ્રા         ઓસ્ટ્રેલિયા     124      563
કોર્ટની વૉલ્શ        વિન્ડિઝ        132      519
ડેલ સ્ટેન             દ.આફ્રિકા      92       437
સ્ટુઅર્ટ બ્રોડ         ઈંગ્લેન્ડ         126     437
કપિલ દેવ            ભારત          131     434

cricket news south africa