સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજથી વાઇટ-બૉલ સિરીઝ શરૂ

02 September, 2025 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમ વચ્ચે ૧૨ સિરીઝ રમાઈ છે જેમાંથી ત્રણ સિરીઝ ડ્રૉ રહી છે. ઇંગ્લૅન્ડ ચાર અને સાઉથ આફ્રિકા પાંચ વન-ડે સિરીઝ જીત્યું છે.

પ્રતીકાત્મક તસવીર

સાઉથ આફ્રિકન ટીમ બેથી ૧૪ સપ્ટેમ્બર વચ્ચે ઇંગ્લૅન્ડમાં ત્રણ-ત્રણ મૅચની વન-ડે અને T20 સિરીઝ રમવા પહોંચી છે. સાઉથ આફ્રિકા આ ટૂરની શરૂઆત વન-ડે સિરીઝથી કરશે. ભારતીય સમય અનુસાર ત્રણેય વન-ડે મૅચ સાંજે ૫.૩૦ વાગ્યે શરૂ થશે. ફેબ્રુઆરી ૨૦૨૩ બાદ બન્ને ટીમ વચ્ચે પહેલી વખત વન-ડે સિરીઝ રમાશે. બન્ને ટીમ વચ્ચે ૧૨ સિરીઝ રમાઈ છે જેમાંથી ત્રણ સિરીઝ ડ્રૉ રહી છે. ઇંગ્લૅન્ડ ચાર અને સાઉથ આફ્રિકા પાંચ વન-ડે સિરીઝ જીત્યું છે. ઇંગ્લૅન્ડ છેલ્લી વર્ષ ૨૦૧૭માં આ હરીફ સામે વન-ડે સિરીઝ જીત્યું હતું. 

વન-ડેમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ

સાઉથ આફ્રિકાની જીત

૩૫

ઇંગ્લૅન્ડની જીત

૩૦

નો-રિઝલ્ટ

ટાઈ

 

south africa england t20 t20 international cricket news sports news sports