હવે ડ્રૉ થશે તો તૂટશે ૯૧ વર્ષનો વિક્રમ

22 November, 2012 05:58 AM IST  | 

હવે ડ્રૉ થશે તો તૂટશે ૯૧ વર્ષનો વિક્રમ



ઍડીલેડ: ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટસિરીઝમાં આજે બીજી મૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૩૦) શરૂ થઈ છે. ૧૩ નવેમ્બરે બ્રિસ્બેનની પ્રથમ ટેસ્ટ ડ્રૉ થઈ હતી અને બન્ને દેશ વચ્ચેની મૅચમાં પરિણામ ન આવ્યું હોય એવું ૧૪ ટેસ્ટમાં એ પહેલી વાર બન્યું હતું. આ પહેલાં ડિસેમ્બર ૨૦૦૫માં પર્થમાં એમની ટેસ્ટ ડ્રૉ થઈ હતી.

જોકે હવે બીજી ટેસ્ટ પણ ડ્રૉ થશે તો બન્ને દેશ વચ્ચેનો નવ દાયકાનો વિક્રમ તૂટશે. કાંગારૂઓ અને સાઉથ આફ્રિકાની સતત બીજી ટેસ્ટ ડ્રૉ થઈ હોય એવું છેલ્લે ૧૯૨૧માં બન્યું હતું.

આજે શરૂ થતી ટેસ્ટમૅચ જીતનાર ટીમ સિરીઝ નહીં હારે. જો સાઉથ આફ્રિકા વિજયી થશે તો ફરી નંબર વન બનવાની ઑસ્ટ્રેલિયાની ઇચ્છા અધૂરી રહી જશે.