24 October, 2025 10:51 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
બે મૅચની ટેસ્ટ-સિરીઝ ડ્રૉ થયા બાદ સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ
પાકિસ્તાન સામે લાહોરમાં હાર્યા બાદ રાવલપિંડી ટેસ્ટ-મૅચ જીતીને સાઉથ આફ્રિકાએ બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી છે. પહેલી ઇનિંગ્સમાં યજમાન ટીમના ૩૩૩ રન સામે સાઉથ આફ્રિકાએ ૪૦૪ રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાન માત્ર ૧૩૮ રને ઑલઆઉટ થતાં મહેમાન ટીમને જીતવા માટે ચોથા દિવસે માત્ર ૬૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકન ટીમે ૧૨.૩ ઓવરમાં બે વિકેટે ૭૩ રન કરીને ૮ વિકેટે જીત મેળવી લીધી હતી.
પાકિસ્તાનમાં સાઉથ આફ્રિકાએ ૧૮ વર્ષ બાદ ટેસ્ટ-જીત મેળવી હતી. અત્યાર સુધી આફ્રિકા આ દેશમાં ૧૧ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી ૧૯૯૭માં ફૈસલાબાદ અને ૨૦૦૭માં કરાચી ટેસ્ટ-મૅચમાં જીત મળી હતી અને બાકીની ૮ મૅચમાંથી પાકિસ્તાન ચારમાં જીત્યું અને ચાર મૅચ ડ્રૉ રહી હતી. બન્ને વચ્ચે રમાયેલી ગઈ કાલ સુધીની ૧૩ સિરીઝમાં ૨૦૧૩ બાદ સિરીઝ ડ્રૉ રહી છે.
સાઉથ આફ્રિકા માટે ૧૧મા નંબરે રેકૉર્ડ હાઇએસ્ટ ૭૧ રન કરીને ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ ટીમનો સ્કોર પહેલી ઇનિંગ્સમાં ૪૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. તેણે ૬૧ બૉલની ઇનિંગ્સમાં ચાર ફોર અને ચાર સિક્સર ફટકારી હતી. પાકિસ્તાન માટે સ્પિનર આસિફ આફ્રિદીએ ૭૯ રન આપીને સૌથી વધુ ૬ વિકેટ લીધી હતી.
બાબર આઝમે ૮૭ બૉલમાં ૭ ફોરની મદદથી કરેલા ૫૦ રનના આધારે પાકિસ્તાન ૪૯.૩ ઓવરમાં ૧૩૮ રન કરી શક્યું હતું. સ્પિનર સાઇમન હાર્મરના તરખાટને કારણે યજમાન ટીમ સસ્તામાં સમેટાઈ ગઈ હતી. તેણે ૨૦ ઓવરમાં ૫૦ રન આપીને ૬ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમે ૪૫ બૉલમાં ૪૨ રન કરીને જીતને સરળ બનાવી દીધી હતી. પાકિસ્તાનના સ્પિનર નોમાન અલીએ બીજી ઇનિંગ્સમાં ૪૦ રન આપીને બે વિકેટ લીધી હતી.
૩૫+ વર્ષની ઉંમરના ત્રણ સ્પિનરોએ મચાવી ધમાલ
૩૫ વર્ષનો કેશવ મહારાજ કુલ ૯ વિકેટ લઈને રાવલપિંડી ટેસ્ટ-મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ૩૬ વર્ષના સાઇમન હાર્મરે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લઈને ધમાલ મચાવી હતી, જ્યારે પાકિસ્તાનના ૩૮ વર્ષના સ્પિનર આસિફ આફ્રિદીએ પણ પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટ લીધી હતી. ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વખત ૩૫થી વધુ વર્ષની ઉંમરના ત્રણ બોલરોએ એક મૅચમાં પાંચથી વધુ વિકેટ લીધી છે.
૩૮ વર્ષ ૨૯૯ દિવસ
આટલી ઉંમરે પોતાની પહેલી ટેસ્ટ-મૅચમાં પાંચ વિકેટ લેનાર ઓલ્ડેસ્ટ પ્લેયર બન્યો આસિફ આફ્રિદી.
|
ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-’૨૭નું પૉઇન્ટ ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
ડ્રૉ |
પૉઇન્ટ |
પૉઇન્ટ ટકાવારી |
|
ઑસ્ટ્રેલિયા |
૩ |
૩ |
૦ |
૦ |
૩૬ |
૧૦૦ |
|
શ્રીલંકા |
૨ |
૧ |
૦ |
૧ |
૧૬ |
૬૬.૬૭ |
|
ભારત |
૭ |
૪ |
૨ |
૧ |
૫૨ |
૬૧.૯૦ |
|
પાકિસ્તાન |
૨ |
૧ |
૧ |
૦ |
૧૨ |
૫૦.૦૦ |
|
સાઉથ આફ્રિકા |
૨ |
૧ |
૧ |
૦ |
૧૨ |
૫૦.૦૦ |
|
ઇંગ્લૅન્ડ |
૫ |
૨ |
૨ |
૧ |
૨૬ |
૪૩.૩૩ |
|
બંગલાદેશ |
૨ |
૦ |
૧ |
૧ |
૪ |
૧૬.૬૭ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૫ |
૦ |
૫ |
૦ |
૦ |
૦ |
|
ન્યુ ઝીલૅન્ડ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |