રબાડાની 4 વિકેટ : સાઉથ આફ્રિકાએ 107 રને ઇંગ્લેન્ડને હરાવ્યું

30 December, 2019 03:42 PM IST  |  Mumbai

રબાડાની 4 વિકેટ : સાઉથ આફ્રિકાએ 107 રને ઇંગ્લેન્ડને હરાવ્યું

કેગિસો રબાડા

(આઇ.એ.એન.એસ.) બીજી ઇનિંગમાં સેફ અને સ્ટેડી સ્ટાર્ટ બાદ ઇંગ્લૅન્ડ કેગિસો રબાડાના અટૅક સામે જમીનદોસ્ત થઈ ગયું હતું. સાઉથ આફ્રિકાના રબાડાએ 103 રન આપીને 4 વિકેટ લીધી હતી અને એનરિચ નોર્ટજેએ 56 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ ૩૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ગઈ કાલે ગેમ શરૂ થાય એ પહેલાં ઇંગ્લૅન્ડને ફક્ત ૨૫૫ રનની જરૂર હતી. ઇંગ્લૅન્ડ પાસે 9 વિકેટ હાથમાં હતી. રોરી બર્ન્સે સૌથી હાઇએસ્ટ 84 રન કર્યા હતા. ત્યાર બાદ સેકન્ડ હાઇએસ્ટ જૉ રૂટના 48 રન હતા. ૩૭૬ના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડ 268 પર આઉટ થઈ ગયું હતું. જોકે રબાડા અને નોર્ટજેની બોલિંગ સામે ઇંગ્લૅન્ડ હારી ગયું હતું. ક્વિન્ટન ડી કોકે પહેલી ઇનિંગમાં 95 અને બીજી ઇનિંગમાં 34 રન કર્યા હતા એથી તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.


સ્ટોક્સ અને બ્રૉડ વચ્ચે થઈ તૂતૂમૈંમૈં
સાઉથ આફ્રિકામાં ઇંગ્લૅન્ડની ટૂરની સારી શરૂઆત નથી રહી. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાયેલી તેમની પહેલી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ઘણા પ્લેયર બીમાર થયા છે અને સાથે જ ઇન્જર્ડ પણ થયા છે. આ પહેલી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના સ્ટાર પ્લેયર્સ બેન સ્ટોક્સ અને સ્ટુઅર્ટ બ્રૉડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેમની વચ્ચે આર્ગ્યુમેન્ટ જોવા મળી હતી. આ માટેનું કારણ બહાર નથી આવ્યું, પરંતુ કૉમેન્ટરી બૉક્સમાં બેઠેલા નાસિર હુસેન અને માઇકલ હોલ્ડિંગ પણ આશ્ચર્ય પામ્યા હતા.

cricket news south africa england kagiso rabada