ડૂપ્લેસીની સેન્ચુરીથી સાઉથ આફ્રિકાની ૮ વિકેટથી જીત

04 March, 2019 03:47 PM IST  | 

ડૂપ્લેસીની સેન્ચુરીથી સાઉથ આફ્રિકાની ૮ વિકેટથી જીત

સદી ફટકારી અપાવી ટીમને જીત

સાઉથ આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીના ૧૧૪ બૉલમાં ૧૫ ફોર અને ૧ સિક્સરની મદદથી નૉટઆઉટ ૧૧૨ અને વિકેટકીપર બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉકના ૮૧ રનની મદદથી આફ્રિકાએ ૨૩૨ રનનો ટાર્ગેટ ૩૮.૫  ઓવરમાં ચેઝ કરીને પાંચ મૅચની વન-ડે સિરીઝમાં ૧-૦ની લીડ લીધી હતી. જોહનિસબર્ગના વૉન્ડરર્સ સ્ટેડિયમમાં શ્રીલંકા ૪૭ ઓવરમાં ૨૩૧ રનમાં ઑલઆઉટ થયું હતું જેમાં કુશલ મેન્ડિસે હાઇએસ્ટ ૬૦ રન બનાવ્યા હતા. ૩૯ વર્ષના ઇમરાન તાહિરે ૧૦ ઓવરમાં ૨૬ રનમાં ૩ વિકેટ લીધી હતી. સિરીઝની બીજી વન-ડે મૅચ બુધવારે સેન્ચુરિયન શહેરના સુપરસ્ર્પોટ પાર્ક ગ્રાઉન્ડમાં રમાશે.

વર્લ્ડ કપને હવે ત્રણ મહિના કરતા પણ ઓછો સમય બાકી છે ત્યારે કોઈ પણ ટીમ તેની તૈયારીમાં કસર છોડવા માગતી નથી. પ્રત્યેક વર્લ્ડ કપમાં  બેસ્ટ પરફોર્મન્સ આપનારી ટીમ સાઉથ આફ્રિકા પણ ફોર્મમાં છે જ્યારે નવી તેયાર થઈ રહેલી શ્રીલંકાની ટીમે થોડી મહેનત કરવાની જરુર છે.

cricket news sports news faf du plessis south africa