28 May, 2026 02:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીના IPLને ગજબના પર્ફોર્મન્સને લીધે ક્રિકેટપંડિતો તેને તરત ભારતીય ટીમમાં સમાવેશ કરવાની માગણી કરી રહ્યા છે. આ બાબતે એક ઇન્ટરવ્યુમાં ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મત વ્યક્ત કર્યો હતો કે તેને T20 ટીમમાં સિલેક્ટ કરવો જોઈએ પણ ટેસ્ટ-ટીમ માટે હજુ વાર છે. સૂર્યવંશીના ભારતીય ટીમમાં સમાવેશ અંગે ગાંગુલીએ કહ્યું હતું કે ‘T20 ટીમમાં તેને તરત સિલેક્ટ કરવો જોઈએ, પણ ટેસ્ટ-ક્રિકેટમાં હમણા નહીં. ટેસ્ટ-ટીમમાં પ્રવેશ માટે તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં હજુ વધુ રન બનાવવા પડશે. જોકે તે ખૂબ જ ટૅલન્ટેડ ખેલાડી છે. દુનિયાના કોઈ પણ બોલર સામે ૧૫ વર્ષના છોકરાને રમતો જોવો ખૂબ જ અદ્ભુત છે. તે ભારતનું ભવિષ્ય છે.’