18 March, 2025 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીનો ખાખી અવતાર હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ૨૦ માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ખાકી ઃ ધ બેન્ગૉલ ચેપ્ટર’ના પ્રમોશનલ વિડિયોમાં તે એક ઈમાનદાર પોલીસ-ઑફિસરના રોલ માટે ઑડિશન આપતો જોવા મળ્યો હતો જેમાં તેનો રમૂજી, ચતુરાઈ ભરેલો અને અનોખો અવતાર જોવા મળ્યો હતો. એક સીનમાં ગુસ્સાનો ભાવ લાવવા માટે તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ ગ્રેગ ચૅપલને યાદ કર્યા હતા. પ્રમોશનલ વિડિયોમાં ભરપૂર મનોરંજન આપનાર ગાંગુલીને ક્રિકેટ-ફૅન્સ મોટા પરદે પણ જોવા માગે છે.