'કોઇકે મારું અકાઉન્ટ હૅક કરી લાઇક કર્યો આપત્તિજનક વીડિયો'-વકાર યૂનિસ

29 May, 2020 01:24 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

'કોઇકે મારું અકાઉન્ટ હૅક કરી લાઇક કર્યો આપત્તિજનક વીડિયો'-વકાર યૂનિસ

વકાર યૂનિસ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન વકાર યૂનિસે શુક્રવારે આરોપ મૂક્યો કે કોઇકે તેમનું ટ્વિટર અકાઉન્ટ હૅક કરીને આપત્તિજનક વીડિયો ક્લિપ લાઇક કરી દીધી છે. યૂનિસે કહ્યું કે હવે તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી રહ્યા છે. વકાર યૂનિસે જણાવ્યું આ કારણસર તે પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કરે છે કારણકે તેના અકાઉન્ટને હૅક કરીને પોર્ન ક્લિપ લાઇક કરવામાં આવી હતી.

વકારે શુક્રવારે સવારે પોતાના અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ શૅર કરીને ઘટનાની માહિતી આપી. તેમણે જણાવ્યું કે હવે તે ફરી ક્યારેય સોશિયલ મીડિયા પર જોવા નહીં મળે. તેમણે એ પણ ઉમેર્યું કે આ પહેલી વાર નથી જ્યારે તેમનું અકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હોય.

વકારે કહ્યું કે, "આજે સવારે જ્યારે હું ઉઠ્યો તો મેં જોયું કે કોઇકે મારું અકાઉન્ટ હૅક કરી તેમાંથી ખૂબ જ આપત્તિજનક પોસ્ટ લાઇક કરી દીધી છે. આ ફક્ત મારી માટે જ શરમજનક વાત નથી."

પાકીસ્તાન ટીમના પૂર્વ કોચે કહ્યું કે, "આ શરમજનક વાત છે. આ દુઃખ અને તકલીફદાયક છે. મારી માટે અને મારા પરિવાર માટે પણ. મેં એ વિચારીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું કે આની મદદથી લોકોને મળવાનું અને વાત કરવી શક્ય બનશે. પણ આ વ્યક્તિએ બધું જ ખરાબ કરી દીધું. અને આ પહેલીવાર નથી થયું જ્યારે મારું અકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હોય. મારું અકાઉન્ટ ત્રણથી ચાર વાર આ પહેલા પણ હૅક થઈ ચૂક્યું છે. મને નથી લાગતું કે વ્યક્તિ અટકશે તેથી જ મેં નિર્ણય લીધો છે કે આજ પછી હું સોશિયલ મીડિયા પર નહીં આવું. હું મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરું છું. આજ પછી તમે મને સોશિયલ મીડિયા પર નહીં જોઈ શકો. અને જો કોઇને તકલીફ થઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું."

cricket news pakistan twitter sports news sports