સ્મૃતિને સૌથી પ્રેરણાદાયી આત્મા ગણાવી તેના બૉયફ્રેન્ડે

19 July, 2025 02:10 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ લંડનમાં સાથીપ્લેયર્સ અને બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથે પોતાની ૨૯મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

સ્મૃતિ માન્ધનાએ લંડનમાં બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથે

ગઈ કાલે ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ લંડનમાં સાથીપ્લેયર્સ અને બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથે પોતાની ૨૯મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ નાનકડી પાર્ટી દરમ્યાન સ્મૃતિ સાથે પડાવેલા રોમૅન્ટિક ફોટો શૅર કરીને પલાશે સ્મૃતિને પોતાની સૌથી મોટી ચિયરલીડર અને સૌથી પ્રેરણાદાયક આત્મા ગણાવી હતી. મેદાનની અંદર-બહાર પ્રેશર હૅન્ડલ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી તેણે પોતાની ગર્લફ્રેન્ડને ક્યુટ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી. 

smriti mandhana indian womens cricket team london celebrity edition relationships cricket news sports news