01 November, 2025 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના અને પલાશ મુચ્છલ
ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ માન્ધના આ મહિને નવેમ્બરમાં લગ્ન કરશે એવા અહેવાલ મળી રહ્યા છે. તે સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાશે. તે બન્ને ૨૦૧૯થી ડેટિંગ કરી રહ્યાં છે. અહેવાલ અનુસાર આ કપલનાં લગ્ન ૨૦ નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીમાં નક્કી થયાં છે જે સ્મૃતિનું વતન પણ છે.
પલાશ મુચ્છલે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સ્મૃતિ જલદી જ ઇન્દોરની વહુ બનશે. પલાશ નવી મુંબઈમાં વર્લ્ડ કપની સેમી ફાઇનલ મૅચની જેમ ભારતીય વિમેન્સ ટીમની ઑલમોસ્ટ દરેક મૅચમાં સ્મૃતિનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં હાજર રહે છે.