સેમી ફાઇનલ પહેલાં સ્મૃતિ માન્ધનાને મળ્યું કરીઅરનું સર્વશ્રેષ્ઠ ICC રેટિંગ

29 October, 2025 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા ક્રમની બૅટર કરતાં આ‌ૅલમોસ્ટ ૧૦૦ પૉઇન્ટ વધુ મેળવીને વન-ડેમાં નંબર વનનું સ્થાન મજબૂત કર્યું

સ્મૃતિ માન્ધના

બીજા ક્રમની બૅટર કરતાં આ‌ૅલમોસ્ટ ૧૦૦ પૉઇન્ટ વધુ મેળવીને વન-ડેમાં નંબર વનનું સ્થાન મજબૂત કર્યું

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની હાઇએસ્ટ રન-સ્કોરર સ્મૃતિ માન્ધનાએ ફરી એક વાર પોતાની કરીઅરનું સર્વશ્રેષ્ઠ ICC રેટિંગ મેળવ્યું છે. તેણે ૮૨૮ રેટિંગ-પૉઇન્ટ સાથે વિમેન્સ વન-ડે ફૉર્મેટમાં નંબર-વનનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં પણ તેણે ૮૧૮ રેટિંગ-પૉઇન્ટ સાથે પોતાનું રેકૉર્ડ રેટિંગ મેળવીને વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી હતી. 
વન-ડે ફૉર્મેટના બૅટર્સના લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાની ઍશ્લી ગાર્ડનર ૭૩૧ રેટિંગ-પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે.

લિસ્ટમાં ટૉપ-ટૂ બૅટર વચ્ચે ઑલમોસ્ટ ૧૦૦ પૉઇન્ટનું અંતર છે. ઍશ્લી ગાર્ડનર વન-ડે ઑલરાઉન્ડરના લિસ્ટમાં ૫૦૩ રેટિંગ-પૉઇન્ટ સાથે નંબર-વનના સ્થાન પર છે. આવતી કાલે નવી મુંબઈમાં રમાનારી સેમી ફાઇનલમાં આ બન્ને બૅટરના પ્રદર્શન પર સૌની નજર રહેશે. 

sports news sports smriti mandhana indore cricket news indian womens cricket team womens world cup