વન-ડેમાં ૨૦૦૦ રન કરનારી બીજી ફાસ્ટેસ્ટ ઇન્ડિયન બની મંધાના

08 November, 2019 11:57 AM IST  |  Mumbai

વન-ડેમાં ૨૦૦૦ રન કરનારી બીજી ફાસ્ટેસ્ટ ઇન્ડિયન બની મંધાના

સ્મૃતિ મંધના

ભારત વતી સૌથી ફાસ્ટ ૨૦૦૦ રન કરનારી બીજી પ્લેયર બની છે સ્મૃતિ મંધના. ઍન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ત્રીજી અને ફાઇનલ વન-ડેમાં સ્મૃતિએ આ મહારત હાસિલ કરી હતી. સ્મૃતિએ આ મૅચમાં ૭૪ રન બનાવ્યા હતા અને એની સાથે ૨૦૦૦નો આંકડો પાર કર્યો હતો. આ સ્કોર તેણે ૫૧ મૅચમાં કર્યો છે. સૌથી ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન કરનારી વિશ્વભરની મહિલાઓમાં બેલિંદા
ક્લાર્ક અને મેગ લૅનિંગ બાદ સ્મૃતિ ત્રીજા ક્રમે છે. ઇન્ડિયામાં સૌથી ફાસ્ટ ૨૦૦૦ રન કરવાની સિદ્ધિ શિખર ધવન પાસે છે. તેણે ૪૮ ઇનિંગ્સમાં ૨૦૦૦ કર્યા હતા.

sports news cricket news