ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે આ 5 નામોની થઇ પસંદગી, આ છે મજબુત દાવેદાર

13 August, 2019 07:30 AM IST  |  Mumbai

ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે આ 5 નામોની થઇ પસંદગી, આ છે મજબુત દાવેદાર

રવિ શાસ્ત્રી (PC : BCCI)

Mumbai : હાલ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ચ કોચ કોણ બનશે તેની માટેની ચર્ચા ક્રિકેટ ચાહકોમાં ચાલી રહી છે. ત્યારે તમને જણાવી દઇએ કે હાલ ટીમના મુખ્યો કોચ માટે 5 નામોની પસંદગી કરવામાં આવી છે. પુર્વ સુકાની કપિલ દેવની અધ્યક્ષતા વાળી 3 સદસ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ સોમવારે આ નામોનું શોર્ટ લિસ્ટ કર્યું છે. આ યાદીમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ સામેલ છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.


ટીમના કોચ માટે આ 5 નામો પસંદ કરાયા છે

મીડિયા રિપોર્ટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદ માટે CAC દ્વારા પસંદ કરેલ 5 નામોમાં રવિ શાસ્ત્રી, ટીમ ઇન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત, ન્યુઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, પૂર્વ વેસ્ટ ઇન્ડીઝ ઓલરાઉન્ડર અને અફાગનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સાઇમંસના નામ સામેલ છે. 16 ઓગસ્ટથી શરૂ થતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે ચૂંટાયેલ ઉમેદવારોને સીએસી સામે તેમની પ્રેઝેન્ટેશન રજૂ કરવી પડશે.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

કોચ માટેના ઇન્ટરવ્યુ એક સપ્તાહ સુધી ચાલશે
ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના એક સપ્તાહ અથવા તેના આગામી સપ્તાહ સુધી 3 સભ્યોની સીએસી નિર્ણય લેશે. સીએસીમાં કપિલ દેવ સિવાય, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટોમ મૂડી આ પદ માટે પ્રબળ દાવેદાર છે કારણે કે તેમની કોચિંગ હેઠળ શ્રીલંકાની ટીમ 2007ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચી હતી. જ્યારે 2016માં આઇપીએલમાં ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની કોચિંગ હેઠળ ચેમ્પિયન બની હતી. ટોમ મૂડી પાસે પ્લેયર અને કોચ તરીકે અનુભવ પણ સારો છે.

cricket news ravi shastri team india board of control for cricket in india