સાયમન ટૉફેલ અમ્પાયરિંગ છોડી દેશે ને યુવાન અમ્પાયરોને તાલીમ આપશે

27 September, 2012 05:39 AM IST  | 

સાયમન ટૉફેલ અમ્પાયરિંગ છોડી દેશે ને યુવાન અમ્પાયરોને તાલીમ આપશે


કોલંબો:
ટૉફેલ વર્લ્ડ કપ બાદ થોડો સમય ફૅમિલી સાથે રહ્યા પછી આઇસીસીમાં જ અમ્પાયર પફોર્ર્મન્સ ઍન્ડ ટ્રેઇનિંગ નામના નવા વિભાગના મૅનેજર તરીકેનો હોદ્દો ગ્રહણ કરશે. આ વિભાગના ચીફનું પદ સંભાળવાની સાથે તેઓ યુવાન પેઢીના અમ્પાયરોને તાલીમ આપશે.

ટૉફેલે ગઈ કાલે રિટાયરમેન્ટની જાહેરાત વખતે કહ્યું હતું કે ‘મને એક દાયકાની કરીઅરમાં મારી પત્નીએ અને પછી મારા સંતાનોએ બહુ સારો સપોર્ટ કયોર્ હતો. હું વર્ષ દરમ્યાન મોટા ભાગનો સમય ઇન્ટરનૅશનલ ટૂરને કારણે પરિવારથી દૂર રહ્યો હતો. જોકે હવે બને એટલો સમય તેમની સાથે રહેવા માગું છું.’

૭૪ ટેસ્ટ અને ૧૭૪ વન-ડે

સાયમન ટૉફેલે ૨૦૦૦માં ૨૯ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ અમ્પાયર તરીકેની કરીઅર શરૂ કરી હતી. તેમણે ૭૪ ટેસ્ટમૅચ અને ૧૭૪ વન-ડે અને ૨૯ T20 ઇન્ટરનૅશનલમાં અમ્પાયરિંગ કર્યું છે.

સ્લેટર-ગિલી સાથે રમ્યા હતા

સાયમન ટૉફેલ સ્કૂલના દિવસોમાં સિડનીના નંબર વન સ્કૂલબૉય ક્રિકેટર હતા. તેઓ ફાસ્ટ બોલર હતા અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન પ્લેયરો માઇકલ સ્લેટર અને ઍડમ ગિલક્રિસ્ટ સાથે રમ્યા હતા. જોકે પીઠની ઈજાને કારણે પ્લેયર તરીકેની ટૉફેલની કરીઅરનો વહેલો અંત આવી ગયો હતો.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ