પ્લેઑફ્સ પહેલાં ગુજરાત ટાઇન્ટસને કોચિંગ આપશે યુવરાજ સિંહ?

29 May, 2025 06:58 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

ટીમ દ્વારા શૅર કરવામાં આવેલા એક ફોટોમાં કૅપ્ટન શુભમન ગિલ તેના મેન્ટર અને ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે ટ્રાવેલ કરતો જોવા મળ્યો હતો.

ચંડીગઢ ઍરપોર્ટ પર કૅપ્ટન શુભમન ગિલ સાથે જોવા મળ્યો હતો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ.

IPL 2025ની પહેલી બે પ્લેઑફ્સ મૅચ ન્યુ ચંડીગઢમાં રમાશે. આ મૅચોની તૈયારી માટે ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદથી ન્યુ ચંડીગઢ પહોંચી ગઈ છે. ટીમ દ્વારા શૅર કરવામાં આવેલા એક ફોટોમાં કૅપ્ટન શુભમન ગિલ તેના મેન્ટર અને ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે ટ્રાવેલ કરતો જોવા મળ્યો હતો.

ચંડીગઢમાં જન્મેલો ૪૩ વર્ષનો વિસ્ફોટક ઑલરાઉન્ડર યુવી ગુજરાતની ટીમના કોચિંગ-સ્ટાફમાં જોડાયો છે કે નહીં એની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવામાં યુવી પ્લેઑફ્સ દરમ્યાન શુભમન ગિલને ગાઇડન્સ આપવા જોડાયો હશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 ભારતીય ટીમનું નેતૃત્વ કરવું એ કોઈ ફ્રૅન્ચાઇઝી અથવા રાજ્યની ટીમની કૅપ્ટન્સી કરવા કરતાં અલગ છે, પણ શુભમન ગિલ એ સંભાળી લેશે.
- ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલે

indian premier league IPL 2025 gujarat titans shubman gill yuvraj singh chandigarh cricket news sports news sports