10 December, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
સ્ટાર બૅટર શ્રેયસ ઐયરને નિષ્ણાત ડૉક્ટરોની સમીક્ષા બાદ ડિસેમ્બરના મધ્યમાં રીહૅબિલિટેશનનો પ્લાન મળશે. બૅન્ગલોરમાં BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં તેની ફિટ થવાની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં નિષ્ણાત સ્પોર્ટ્સ ડૉક્ટર્સ અલ્ટ્રાસાઉન્ડ સ્કૅનનાં પરિણામોની સમીક્ષા કરશે. આ સ્કૅન ઐયરની બરોળ અને આસપાસની પેશીઓની સારવાર બાદની સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર આપશે. સ્કૅનનાં રિઝલ્ટ સકારાત્મક હશે તો શ્રેયસ ઐયરની ફિટનેસ-ટ્રેઇનિંગ ફરી શરૂ થશે જેનાથી તે પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફરી શકશે.