આજે T20 મુંબઈ લીગની ફાઇનલ, શ્રેયસ ઐયર પર રહેશે સૌની નજર

13 June, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ હાર્યા બાદ શ્રેયસ પાસે હવે મુંબઈ T20 લીગ જીતવાનો મોકો છે

શ્રેયસ ઐયર

T20 મુંબઈ લીગની ફાઇનલ આજે સોબો મુંબઈ ફાલ્કન્સ અને મરાઠા રૉયલ્સ મુંબઈ સાઉથ સેન્ટ્રલ વચ્ચે રમાશે. સોબો મુંબઈ ફાલ્કન્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર છે અને તેની ટીમ પાંચમાંથી ચાર મૅચ જીતીને ફાઇનલમાં પ્રવેશી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ હાર્યા બાદ શ્રેયસ પાસે હવે મુંબઈ T20 લીગ જીતવાનો મોકો છે.

shreyas iyer t20 cricket news sports sports news