સિડનીની હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો શ્રેયસ ઐયર

02 November, 2025 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રેયસ ઐયર વિશે ગઈ કાલે મોટી મેડિકલ અપડેટ આપી હતી.

શ્રેયસ ઐયર

ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રેયસ ઐયર વિશે ગઈ કાલે મોટી મેડિકલ અપડેટ આપી હતી. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘શ્રેયસ ઐયરની સ્થિતિ હવે સ્થિર છે અને તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. બોર્ડે મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાતો તેની રિકવરીથી ખુશ છે. તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.’ 

બોર્ડની મેડિકલ અપડેટમાં તમામ ડૉક્ટરોનો શ્રેષ્ઠ સારવાર આપવા માટે આભાર માનવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે સિડની વન-ડે દરમ્યાન બરોળમાં ઇન્જરી અને ઇન્ટર્નલ બ્લીડિંગને કારણે મુંબઈના ૩૦ વર્ષના આ ક્રિકેટરનો જીવ જોખમમાં મુકાયો હતો. શ્રેયસ વધુ પરામર્શ માટે સિડનીમાં રહેશે અને યોગ્ય સમયે ભારત પાછા ફરવા માટે ફ્લાઇટ પકડશે. ક્રિકેટના મેદાન માટે સંપૂર્ણ ફિટ થવા તેને ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગી શકે છે. 

shreyas iyer indian cricket team cricket news sports news sports board of control for cricket in india