પાકિસ્તાનના અભદ્ર વર્તન બાદ ભારતે તાકાત બતાવી

15 December, 2014 05:28 AM IST  | 

પાકિસ્તાનના અભદ્ર વર્તન બાદ ભારતે તાકાત બતાવી



પહેલાં આંગળી પછી ફૂલ : ગુલાબનું ફૂલ દર્શાવતા કોચ શેહનાઝ શેખ અને કૅપ્ટન મોહમ્મદ ઇમરાન.


પાકિસ્તાની કોચ શેહનાઝ શેખે બિનશરતી માફી માગી હોવા છતાં રવિવારે ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશને હૉકી ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલ બાદ અભદ્ર ઇશારો કરવા બદલ મોહમ્મદ તૌસિક અને અમજદ અલી પર ફાઇનલ મૅચ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વળી અન્ય એક પાકિસ્તાની ખેલાડી શફકત રસૂલને ઠપકો આપી જવા દેવામાં આવ્યો હતો.ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટના ડિરેPર ડોયરે કહ્યું હતું કે સોશ્યલ મીડિયા થકી અમને તમામ પુરાવા મળ્યા હતા.

તમામ ખેલાડીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી. અમજદ અલી અને મોહમ્મદ તૌસિકે દર્શકોની તરફ મિડલ ફિંગર દર્શાવી હતી. તેમની આ હરકતને કૅમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. ગઈ કાલે હૉકી ઇન્ડિયાએ એવી ધમકી આપી હતી કે જો ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશન પાકિસ્તાની ખેલાડીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે તો ભારત ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશનની કોઈ પણ ટુર્નામેન્ટનું આયોજન નહીં કરે. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.