હાર્દિક પંડ્યાએ ગિફ્ટ કરેલી પૅડ્સની હરાજી કરશે શૂટર શિવમ

18 May, 2020 09:55 AM IST  |  Kolkata | Agencies

હાર્દિક પંડ્યાએ ગિફ્ટ કરેલી પૅડ્સની હરાજી કરશે શૂટર શિવમ

હાર્દિક પંડ્યા

કોરોનાને કારણે જે પ્લેયરો નાણાકીય તંગી અનુભવી રહ્યા છે એવા પ્લેયરોને મદદ કરવા માટે શૂટર શિવમ ઠાકુર આગળ આવ્યો છે. ૧૦ મીટર અ!ર પિસ્તોલમાં ભાગ લેનાર શિવમ ગ્રુપ-લેવલની ક્રિકેટ પણ રમી ચૂક્યો છે જ્યાં હાર્દિક પંડ્યાએ તેને ક્રિકેટ પૅડ્સ ગિફ્ટ કર્યાં હતાં. આ પૅડ્સ, ક્રિકેટ કિટ અને ગ્લવ્ઝની લિલામી કરીને શિવમ પ્લેયરો માટે ભંડોળ એકત્ર કરશે. 

શિવમનું કહેવું છે કે ‘જે ઍથ્લિટ્સ દેશ માટે કશુંક કરી શકે છે, પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હું તેમને મદદ કરવા માગું છું. મારી પાસે સમય છે. મારાથી બનતા દરેક પ્રયાસ હું કરવા માગું છું. આવતાં ત્રણ વર્ષમાં હું જેકાંઈ કમાઈશ એના ૬૦ ટકા નાણાં મારે લોકોની મદદ માટે વાપરવાં છે.’

૨૦૧૫માં કેરળ વતી રમતા શિવમ ઈજાગ્રસ્ત થયો હતો ત્યાર બાદ તે શૂટિંગ તરફ વળ્યો હતો. યુએઈમાં રમાનારી યુથ એશિયન ગેમ્સમાં શિવમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

sports news cricket news hardik pandya