ટી૨૦માં ૧૦૦૦૦ રન, શોએબ મલિક પ્રથમ એશિયન

13 October, 2020 02:21 PM IST  |  Mumbai | IANS

ટી૨૦માં ૧૦૦૦૦ રન, શોએબ મલિક પ્રથમ એશિયન

શોએબ મલિક

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શોએબ મલિકે ટી૨૦માં ૧૦,૦૦૦ રન પૂરા કરીને ઇતિહાસ રચ્યો હતો. આવી કમાલ કરનારતે એશિયાનો પ્રથમ અને વર્લ્ડનો ત્રીજો ખેલાડી બની ગયો હતો. પાકિસ્તાનમાં ચાલી રહેલી નૅશનલ ટી૨૦ કપમાં ખૈબર પખ્તુનખ્વા વતી મલિક શનિવારે ૪૪ બૉલમાં ૭૪ રનની ઇનિંગ્સ રમ્યો હતો અને તેણે ૧૦,૦૦૦ રનનો લૅન્ડમાર્ક હાંસલ કર્યો હતો.
ગેઇલ બૉસ, એશિયામાં વિરાટ બીજો
ટી૨૦માં ક્રિસ ગેઇલ ૧૩,૨૯૬ રન સાથે ટૉપમાં અને કિરોન પૉલાર્ડ ૧૦,૩૮૧ રન સાથે બીજા નંબરે છે. એશિયનની વાત કરીએ તો મલિક પછી વિરાટ કોહલી ૯૧૨૩ રન સાથે બીજા નંબરે અને રોહિત શર્મા ૮૮૫૮ રન સાથે ત્રીજા નંબરે છે.
પત્ની સાનિયાની ટ્વીટ
ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ પતિના આ કારનામા બદલ ટ્વીટ કરીને અભિનંદન આપ્યાં હતાં. સાનિયાએ લખ્યું હતું કે લાંબી કરીઅર, ધૈર્ય, સખત મહેનત અને વિશ્વાસ, શોએબ મલિક, મને તમારા પર ગર્વ છે.
ટૉપ ફાઇવ ટી૨૦ બૅટ્સમેન
પ્લેયર મૅચ રન
ક્રિસ ગેઇલ ૪૦૪ ૧૩,૨૯૬
કિરોન પોલાર્ડ ૫૧૯ ૧૦,૩૮૧
શોએબ મલિક ૩૯૫ ૧૦,૦૨૭
બ્રેન્ડન મૅક્‍લમ ૩૭૦ ૯૯૨૨
ડેવિડ વૉર્નર ૨૮૯ ૯૫૫૧

shoaib malik cricket news t20