શોએબ અખ્તરે સહેવાગને કહ્યું: તારા માથાના બાલ કરતાં મારી પાસે માલ વધુ છે

24 January, 2020 01:03 PM IST  |  New Delhi

શોએબ અખ્તરે સહેવાગને કહ્યું: તારા માથાના બાલ કરતાં મારી પાસે માલ વધુ છે

વીરેન્દર સેહવાગ અને શોએબ અખ્તર

વીરેન્દર સેહવાગની કમેન્ટની ટીકા કરતાં શોએબ અખ્તરે કહ્યું હતું કે સેહવાગના માથાના વાળ કરતાં મારી પાસે વધુ પૈસા છે. વીરેન્દર સેહવાગનો વર્ષોજૂનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે કહી રહ્યો છે કે ઇન્ડિયાનાં વખાણ કરીને શોએબ અખ્તર પૈસા કમાઈ રહ્યો છે. આ વિડિયો જોયા બાદ શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચૅનલ પર વિડિયો શૅર કરતાં કહ્યું હતું, ‘તારા માથા પર બાલ (વાળ) છે એના કરતાં મારી પાસે વધુ માલ (પૈસા) છે. મારા ઘણા ફૅન -ફૉલોઅર્સ છે એ તું સમજી ન શકતો હોય તો તારે સમજવાની જરૂર છે. શોએબ અખ્તર બનવા માટે મને ૧૫ વર્ષ લાગ્યાં છે.’

virender sehwag virat kohli pakistan australia cricket news sports news