મૅચ-ફિક્સરોથી આપણે ઘેરાયેલા છીએ : શોએબ

03 November, 2019 12:29 PM IST  |  નવી દિલ્હી

મૅચ-ફિક્સરોથી આપણે ઘેરાયેલા છીએ : શોએબ

શોએબ અખ્તર

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ પ્લેયર શોએબ અખ્તર પોતાની બેધડક કમેન્ટ્સ માટે જાણીતો છે. હાલમાં તેણે કહ્યું હતું કે આપણી આસપાસ ઘણા મૅચ-ફિક્સર ફરી રહ્યા હોય છે.
શોએબે આ સંદર્ભે કહ્યું હતું કે ‘અમારા રમવાના દિવસોમાં તો મને એવું લાગતું હતું કે હું એકલો ૨૧ પ્લેયરો સામે રમી રહ્યો છું. ૧૧ સામેવાળી ટીમના અને ૧૦ અમારી ટીમના. મારું પહેલાંથી માનવું હતું કે હું પાકિસ્તાનની ટીમને મૅચ-ફિક્સિંગમાં ક્યારેય ચીટ નહીં કરું, પણ હું મૅચ ફિક્સરો વચ્ચે જ રહેતો હતો. કોણ જાણે કોણ મૅચ ફિક્સર હોય છે. એ સમયે ઘણી વાર મૅચ-ફિક્સિંગ થતું. મોહમ્મદ આસિફે મને કહ્યું હતું કે જે મૅચ ફિક્સ હતી એ તે કઈ રીતે રમ્યો અને કઈ રીતે ફિક્સ કરી હતી. મેં આમિર અને આસિફને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ ટૅલન્ટનો તેમણે દુરુપયોગ કર્યો. જ્યારે મને તેમના વિશે ખબર પડી ત્યારે હું ઘણો નિરાશ થયો હતો અને મેં દીવાલ પર ફટકો (પંચ) પણ માર્યો હતો. પાકિસ્તાનના બે મોટા ગજાના બોલરોએ પોતાની ટૅલન્ટ વેસ્ટ કરી દીધી હતી. થોડા રૂપિયા માટે તેમણે પોતાને વેચી માર્યા હતા.’

sports news