કારગિલ વૉર માટે કાઉન્ટી કૉન્ટ્રૅક્ટ ઠુકરાવ્યો હતો : શોએબ અખ્તર

04 August, 2020 01:24 PM IST  |  Mumbai | IANS

કારગિલ વૉર માટે કાઉન્ટી કૉન્ટ્રૅક્ટ ઠુકરાવ્યો હતો : શોએબ અખ્તર

શોએબ અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું કહેવું છે કે ૧૯૯૯માં કારગિલ વૉર માટે મેં કાઉન્ટી કૉન્ટ્રૅક્ટ ઠુકરાવ્યો હતો. ૧૯૯૯માં પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે કારગિલ-વૉર થઈ હતી. આ યુદ્ધમાં ઇન્ડિયાની જીત થઈ હતી. આ લડાઈમાં પાકિસ્તાનના ૧૦૪૨ જવાનો માર્યા ગયા હતા, જ્યારે ઇન્ડિયાના ૫૨૭ જવાનો શહીદ થયા હતા. આ વિશે શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘અમુક જ લોકોને આ વિશે ખબર હશે. જોકે નૉટિન્ગહૅમ દ્વારા મને ૧.૭૫ લાખ પાઉન્ડનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૨માં પણ મને મોટો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. જોકે કારગિલને કારણે મેં એ બન્ને કૉન્ટ્રૅક્ટ ઠુકરાવી દીધા હતા. હું લાહોરની બહાર આઉટસ્કર્ટમાં ઊભો હતો. જનરલે મને પૂછ્યું હતું કે તું શું કરી રહ્યો છે? મેં કહ્યું હતું કે ‘યુદ્ધ શરૂ થવાનું છે અને આપણે સાથે મરીશું.’ મેં બે વાર કાઉન્ટીનો કૉન્ટ્રૅક્ટ રિજેક્ટ કર્યો હતો અને તેઓ આશ્ચર્ય પામ્યા હતા. મને એની કોઈ પડી નહોતી. મેં કાશ્મીરમાં મારા ફ્રેન્ડ્સને ફોન કરીને કહ્યું હતું કે હું લડવા તૈયાર છું.’

pakistan cricket news sports news