T20 વર્લ્ડ કપ મૅચની પહેલી બે ઓવરમાં સૌથી વધુ ૪૬ રન આપી દીધા શિવમ દુબેએ

28 February, 2026 11:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અગાઉ યુવરાજ સિંહે ન્યુ ઝીલૅન્ડ સામેની ૨૦૦૭ની વર્લ્ડ કપ મૅચની એક ઓવરમાં ૨૫ રન આપ્યા હતા. 

શિવમ દુબે

ગુરુવારે ચેપૉક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે શિવમ દુબેએ પોતાના બે ઓવરના સ્પેલમાં ૪૬ રન આપીને એક વિકેટ લીધી હતી. તે T20 વર્લ્ડ કપ મૅચના પોતાના સ્પેલની પહેલી બે ઓવરમાં સૌથી વધુ ૪૬ રન આપનાર બોલર બની ગયો છે. વીસમી ઓવરમાં રમ્યાન તેણે એક વાઇડ અને એક નો-બૉલ સહિત ૨૦ રન આપ્યા હતા. એ અગાઉ તેણે પંદરમી ઓવર દરમ્યાન એક નો-બૉલ અને ૩ વાઇડ બૉલ ફેંકીને ૨૬ રન આપ્યા હતા. તે ભારત તરફથી એક T20 વર્લ્ડ કપ ઓવરમાં સૌથી વધુ ૨૬ રન આપનાર બોલર પણ બન્યો છે. અગાઉ યુવરાજ સિંહે ન્યુ ઝીલૅન્ડ સામેની ૨૦૦૭ની વર્લ્ડ કપ મૅચની એક ઓવરમાં ૨૫ રન આપ્યા હતા.

t20 world cup sports news cricket news shivam dube sports indian cricket team zimbabwe