રિલાયન્સ સાથે માર્કેટિંગ ઍન્ડ મૅનેજમેન્ટ ઍગ્રીમેન્ટ કર્યો ધવને

23 July, 2020 04:30 PM IST  |  Mumbai | Agencies

રિલાયન્સ સાથે માર્કેટિંગ ઍન્ડ મૅનેજમેન્ટ ઍગ્રીમેન્ટ કર્યો ધવને

શિખર ધવન

ભારતીય ક્રિકેટર શિખર ધવને આઇએમજી રિલાયન્સ સાથે વર્લ્ડવાઇડનો માર્કેટિંગ ઍન્ડ મૅનેજમેન્ટ ઍગ્રીમેન્ટ કર્યો છે. આ ઍગ્રીમેન્ટ વિશે વાત કરતાં ધવને કહ્યું કે ‘મારા મતે આઇએમજી રિલાયન્સ ભારત માટે ડાયનૅમિક અને યુનિક કામકાજ કરે છે. આ કંપની સાથે જોડાઈને વિવિધ પ્લૅટફૉર્મ પર કામ કરવા હું ઘણો આતુર છું. રિલાયન્સ સાથે જ જોડાવા છતાં હું મારા ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન આપીશ અને ઑફ ફીલ્ડ પર રિલાયન્સ સાથે મારી ટીમ બનાવીને રહીશ.’

શિખર ધવન પહેલાં રિલાયન્સ સાથે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા અને શ્રેયસ અય્યર જેવા પ્લેયરો જોડાયા છે. સામા પક્ષે શિખર સાથે ઍગ્રીમેન્ટ થતાં રિલાયન્સે તેનાં વખાણ કર્યાં છે.

shikhar dhawan cricket news sports news