ટીમ ઇન્ડિયા પાસે ત્રણ-ત્રણ ઓપનર છે : શિખર ધવન

04 November, 2014 05:39 AM IST  | 

ટીમ ઇન્ડિયા પાસે ત્રણ-ત્રણ ઓપનર છે : શિખર ધવન



રોહિત અને રહાણેમાંથી સારો જોડીદાર કોણ એની સરખામણી કરવાની ના પાડતાં ધવને કહ્યું હતું કે ‘મને બન્ને સાથે બૅટિંગ કરવાની મજા આવે છે. હું આશા રાખું કે તેમને પણ મારી સાથે રમતી વખતે મજા આવતી હશે. બન્નેની પોતપોતાની સ્ટાઇલ છે.’

શ્રીલંકા વિરુદ્ધ સેન્ચુરી ફટકારનાર ધવને કહ્યું હતું કે ‘આવી ઇનિંગ્સને કારણે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. બોલરોનાં વખાણ કરતાં તેણે કહ્યું હતું કે ‘બોલરોએ ઘણી સારી બોલિંગ કરી હતી. ઇશાન્ત શર્માએ કમબૅક કરીને ચાર વિકેટ લીધી હતી.