શિખર, ચહલ અને ખલીલની બાલા મસ્તી

10 November, 2019 10:06 AM IST  |  Mumbai

શિખર, ચહલ અને ખલીલની બાલા મસ્તી

ખેલાડીઓની મસ્તી

ભારતીય ક્રિકેટ ટીમે બંગલા દેશને રાજકોટની ટી૨૦માં આઠ વિકેટે જે પરાજય આપ્યો ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના કેટલાક પ્લેયરો મસ્તીના મૂડમાં હતા. ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન સાથે ખલીલ અહમદ અને યુઝવેન્દ્ર ચહલે પણ આ મસ્તીમાં ભાગ લીધો હતો.
ધવને સોશ્યલ મીડિયામાં મસ્તી કરતો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં બૉલીવુડની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ના એક સીનને તેણે રિક્રીએટ કર્યો હતો. જોકે ‘બાલા’ જેવો વાસ્તવિક લુક ધરાવતા ધવને ‘બાલા’ જેવી ઍક્ટિંગ કરીને ભૂલવાનો પ્રયાસ કર્યો હતો. ‘બાલા કે સાઇડ ઇફેક્ટ’ નામથી આ વિડિયો શૅર કર્યા બાદ ભુવનેશ્વર કુમારે પણ પોતાની મસ્તીભરી કમેન્ટ ટ્વીટ કરી હતી, ‘ભૂલને કી ઍક્ટિંગ કી ક્યા ઝુર્રત હૈ, વો તો નૅચરલ ટૅલન્ટ હૈ.’

shikhar dhawan Yuzvendra Chahal