ગ્રૅબિયલ સ્ટ્રૉન્ગ છે અને ઘણી અલગ પરિસ્થિતિમાંથી પસાર થયો છે: હોલ્ડર

14 July, 2020 03:02 PM IST  |  Southampton | Agencies

ગ્રૅબિયલ સ્ટ્રૉન્ગ છે અને ઘણી અલગ પરિસ્થિતિમાંથી પસાર થયો છે: હોલ્ડર

ટીમ

વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરનું કહેવું છે કે શેનન ગ્રૅબિયલ ઘણો સ્ટ્રૉન્ગ પ્લેયર છે. ગ્રૅબિયલને ટ્રાવેલિંગ રિઝર્વ પ્લેયર તરીકે ગણવામાં આવ્યો હતો, પરંતુ તેની ઍન્કલ ઇન્જરી સારી થઈ જતાં તેને રમાડવામાં આવ્યો અને તેણે અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યો હતો. આ વિશે હોલ્ડરે કહ્યું હતું કે ‘શેનને પહેલી ટેસ્ટમાં જે કર્યું એ જરાપણ સરપ્રાઇઝિંગ નહોતું. શેનન એક એવા પ્લેયરમાંનો છે જે સતત આવો પર્ફોર્મન્સ આપતો રહે છે. તે ઘણો સ્ટ્રૉન્ગ છે અને ઘણી અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે. તે સફળતાને કોઈ પણ રીતે પામવા માગે છે. તે સંપૂર્ણ રીતે ઇન્જરીમાંથી સારો નથી થયો, પરંતુ તેને બોલિંગ કરતો જોવું અદ્ભુત છે. તે સફળતાનો અધિકારી છે. હું તેના માટે ખૂબ ખુશ છું.’

west indies cricket news sports news