ઑસ્ટ્રેલિયાની બેગી ગ્રીન કૅપના ઑબ્સેશનની ઝાટકણી કાઢતાં શેન વૉર્ને કહ્યુ

12 May, 2020 01:26 PM IST  |  Melbourne | Agencies

ઑસ્ટ્રેલિયાની બેગી ગ્રીન કૅપના ઑબ્સેશનની ઝાટકણી કાઢતાં શેન વૉર્ને કહ્યુ

શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયાની ટીમમાં બેગી ગ્રીન કૅપને લઈને ખૂબ જ ઑબ્સેશન છે જેની શેન વૉર્ને ટીકા કરી છે. ટેસ્ટ મૅચમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં શેન વૉર્ન બીજા ક્રમે છે. દેશ માટે રમવું એ કૅપ પૂરતું મર્યાદિત નથી એ વિશે વધુ જણાવતાં શેન વૉર્ને કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ક્રેકિટ ઑસ્ટ્રેલિયા માટે રમવું તમને કેટલું પસંદ છે એ જણાવવા માટે તમારી પાસે બેગી ગ્રીન કૅપ હોવી જરૂરી નથી. મને ઑસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમવાનું પસંદ છે અને એ માટે મને કોઈ કૅપની જરૂર નથી અથવા તો એ વિશે લોકોને જણાવવાની પણ જરૂર નથી. ઑસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમવામાં મેં એન્જૉય કર્યું હતું. હું વાઇટ કૅપ પહેરું કે બેગી ગ્રીન કૅપ પહેરું, ક્રિકેટ માટે મારો પ્રેમ હંમેશાં એટલો જ રહેશે.’

૨૦૦૧માં વિમ્બલ્ડન જોવા જતી વખતે શેર્ન વૉર્નને તેમની ટીમ દ્વારા બેગી ગ્રીન કૅપ પહેરવાનું કહેવામાં આવ્યું હતું. આ વિશે શેન વૉર્ને કહ્યું હતું કે ‘વિમ્બલ્ડનમાં એ કૅપ પહેરવી જરૂરી નહોતી અને જે લોકોએ પહેરી હતી એ ખૂબ જ વિચિત્ર હતું. મેં અને માર્ક વૉએ કૅપ પહેરવાની ના પાડી હતી અને કેટલાક પ્લેયર્સે પહેરી હતી. વિમ્બલ્ડનમાં બેગી ગ્રીન કૅપ પહેરીને બેસવું ખૂબ જ શરમજનક હતું.’

shane warne cricket news sports news