વોર્ન-હર્લીની સગાઈ : વોર્ને પહેરાવી 23 લાખ રૂપિયાની રિંગ

03 October, 2011 09:14 PM IST  | 

વોર્ન-હર્લીની સગાઈ : વોર્ને પહેરાવી 23 લાખ રૂપિયાની રિંગ

 

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર અને બ્રિટિશ ઍક્ટ્રેસે સ્કૉટલૅન્ડની આલીશાન હોટેલમાં સગાઈ કરી લીધી

રાત્રિભોજન પછીના ખાસ મહેમાનો વચ્ચેના આ ટૂંકા એન્ગૅજમેન્ટ-ફંકશનમાં વૉર્ને લિઝ હર્લીને ડાબા હાથની આંગળીમાં જે રિંગ પહેરાવી હતી એમાં એક ચોરસ નીલમણિ હતો અને વીંટીની બે બાજુએ બે-બે હીરા ટાંકેલા હતા. વૉર્ને આ રિંગ ૩૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨૩ લાખ રૂપિયા)માં ખરીદી હતી.

વૉર્ન અને લિઝ હર્લી બન્ને ડિવૉર્સી છે. વૉર્નને અનેક સેક્સલીલાઓ બાદ ૨૦૦૬માં તેની પત્ની સિમોને છૂટાછેડા આપ્યા હતા. લિઝ હર્લીએ ભારતીય બિઝનેસમૅન અરુણ નાયર સાથેના ચાર વર્ષના લગ્નજીવન બાદ ગયા વર્ષે તેની સાથે ડિવૉર્સ લઈ લીધા હતા.

શનિવારે સગાઈના સમારંભમાં લિઝ હર્લીનો નવ વર્ષનો પુત્ર ડેમિયન પણ હાજર હતો. લિઝ હર્લીને આ પુત્ર ૨૦૦૨માં અમેરિકન બિઝનેસમૅન અને ફિલ્મ-પ્રૉડ્યુસર સ્ટીવ બિન્ગથી થયો હતો.