શાસ્ત્રીની કમેન્ટ ખૂબ આઘાતજનક હતીઃ અશ્વિન

22 December, 2021 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉમાં પરિણમેલી ટેસ્ટમાં સ્પિનર કુલદીપ યાદવે પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી ત્યાર બાદ કોચ રવિ શાસ્ત્રીએ તેને વિદેશી ધરતી પરના ભારતના નંબર વન બોલર તરીકે ઓળખાવેલો

રવિચન્દ્રન અશ્વિન

૨૦૧૯માં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉમાં પરિણમેલી ટેસ્ટમાં સ્પિનર કુલદીપ યાદવે પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી ત્યાર બાદ કોચ રવિ શાસ્ત્રીએ તેને વિદેશી ધરતી પરના ભારતના નંબર વન બોલર તરીકે ઓળખાવેલો એ વિશે રવિચન્દ્રન અશ્વિનને ગઈ કાલે એક મુલાકાતમાં પુછાતાં તેણે કહ્યું કે ‘એ સંઘર્ષપૂર્ણ સમયમાં કુલદીપની એ સિદ્ધિથી હું ખુશ હતો, પણ શાસ્ત્રીની કમેન્ટથી મને લાગ્યું જાણે મને ચાલતી બસ નીચે ધકેલી દેવાયો અને હું કચડાઈ ગયો.’ ભારતે ત્યારે ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ વિજય મેળવ્યો હતો. એ વિશે અશ્વિને કહ્યું કે ‘અમે ટીમમાં દરેક ખેલાડીના સારા પર્ફોર્મન્સથી સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. એ સિરીઝમાંના કુલદીપના પર્ફોર્મન્સને પણ અમે ખૂબ વખાણ્યો હતો.’

Sports news cricket news ravichandran ashwin ravi shastri