શાહરુખે કાર-રેસિંગ લીગની મુંબઈની ટીમ ખરીદી લીધી

06 November, 2011 01:16 AM IST  | 

શાહરુખે કાર-રેસિંગ લીગની મુંબઈની ટીમ ખરીદી લીધી

 

આ સાથે બૉલીવુડસ્ટારે ક્રિકેટમાંથી હવે મોટરસ્પોર્ટ્સમાં ઝુકાવ્યું છે. શાહરુખ તથા મહેતાદંપતીએ આ ટીમ ૧૫ વર્ષ માટે કુલ બે કરોડ ડૉલર (એક અબજ રૂપિયા)માં ખરીદી છે. આ લીગમાં વિવિધ શહેરોનાં નામ ધરાવતી કુલ ૯ ટીમોનો સમાવેશ હશે. સચિન તેન્ડુલકરે લીગની ૨૬ ટકા ઇક્વિટી ખરીદી છે. શાહરુખે ગઈ કાલે કહ્યું હતું કે ‘i૧ સુપર સિરીઝનો કન્સેપ્ટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ભારતમાં જ્૧ને કારણે મોટરસ્પોર્ટ્સની લોકપ્રિયતા બહુ ઝડપથી વધી રહી છે. મને ખાતરી છે કે આ લીગ ભારતીય સ્પોર્ટ્સની સૌથી મોટી સ્પર્ધાઓમાં ગણાશે.’