વર્લ્ડ કપ બાદ વન-ડેમાંથી નિવૃત્તિ લેશે આફ્રિદી

22 December, 2014 06:04 AM IST  | 

વર્લ્ડ કપ બાદ વન-ડેમાંથી નિવૃત્તિ લેશે આફ્રિદી

૧૯૯૬માં કેન્યા સામેની મૅચમાં તેણે પોતાની ક્રિકેટની કારકિર્દીનો આરંભ કર્યો હતો. આફ્રિદીએ કહ્યું હતું કે ‘હું હંમેશાં વન-ડેમાંથી આત્મસન્માન સાથે નિવૃત્ત થવા માગતો હતો. મને એવું લાગે છે કે આ શ્રેષ્ઠ સમય છે કે T20 મૅચો પર ધ્યાન કેન્દ્રિત કરું. વર્લ્ડ કપ બાદ મારું સમગ્ર ધ્યાન ૨૦૧૬ના T20 વર્લ્ડ કપ પર આપવા માગું છું. આગામી T20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. મારી ઇચ્છા છે કે અમારી ટીમ આ કપ જીતે.’