શાહિદ આફ્રિદી, મિસ્બાહ લેજન્ડ ક્રિકેટમાં રમશે

08 January, 2023 06:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લેજન્ડ લીગ ક્રિકેટની નવી સીઝન ફેબ્રુઆરી અને માર્ચમાં કતારના દોહામાં રમાશે, જેમાં આ વખતે શાહિદ આફ્રિદી, મિસ્બાહ-ઉલ-હક, મુથૈયા મુરલીધરન, રૉબિન ઉથપ્પા, લેન્ડલ સિમન્સ અને એસ. શ્રીસન્ત જેવા ખેલાડીઓ રમશે.

શાહિદ આફ્રિદી

લેજન્ડ લીગ ક્રિકેટની નવી સીઝન ફેબ્રુઆરી અને માર્ચમાં કતારના દોહામાં રમાશે, જેમાં આ વખતે શાહિદ આફ્રિદી, મિસ્બાહ-ઉલ-હક, મુથૈયા મુરલીધરન, રૉબિન ઉથપ્પા, લેન્ડલ સિમન્સ અને એસ. શ્રીસન્ત જેવા ખેલાડીઓ રમશે. શ્રીસન્તે કહ્યું હતું કે ‘સેકન્ડ સીઝનમાં અમને મજા આવી. સ્પર્ધાનું સ્તર અપેક્ષા કરતાં વધુ હતું. તમામ ખેલાડીઓ ફૉર્મમાં હતા. આ સીઝન વધુ રોમાંચક રહે એવી અપેક્ષા છે.’ ફેબ્રુઆરીથી શરૂ થનારા આ ફૉર્મેટમાં ત્રણ ટીમ વર્લ્ડ જાયન્ટ્સ, એશિયા લાયન્સ અને ભારતીય મહારાજા ચૅમ્યિન્સ ટ્રોફી માટે રમશે. ગયા વર્ષે વર્લ્ડ જાયન્ટ્સ પ્રથમ ટ્રોફી જીત્યું હતું.રૉબિન ઉથપ્પાએ કહ્યું કે ગયા વર્ષે હું આ ઇવેન્ટ માટે કૉમેન્ટરી કરી રહ્યો હતો ત્યારે દિગ્ગજ ખેલાડીઓને રમતા જોવાનો આનંદ આવતો હતો. હું મારા જૂના સાથીઓ સાથે મેદાનમાં ઊતરીશ. મજા આવશે.’ મુરલીધરને કહ્યું કે ‘જૂના સાથીઓ અને હરીફો સાથે રમવાની મજા પડશે. આ સીઝનમાં વધુ ઉત્સાહ અને આનંદ સાથે રમવા હું ઉત્સુક છું.’

shahid afridi sports news cricket news