આફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા

05 July, 2020 05:27 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા

શાહિદ આફરીદી

પાકિસ્તાની પૂર્વ કૅપ્ટન શાહિદ આફરીદી કેટલું ખોટું બોલે છે તે તો બધાં જાણે જ છે ત્યારે તેની ખોટી જન્મતારીખની વાત તો તેણે પોતે પુસ્તકમાં કબૂલાત કરી હતી અને પુસ્તક વેચવા માટે કેટલું જુઠ્ઠાણું પુસ્તકમાં ચલાવ્યું છે. કોરોના સંક્રમિત થતાં પહેલા તેણે ભારત અને પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અયોગ્ય નિવેદન આપ્યું હતું. કોરોનાને માત આપવામાં સફળ થયા પછી ફરી શાહિદ આફરીદીએ ભારત વિરુદ્ધ પોતાની ટીમના રેકૉર્ડ વિશે વાત કરી. આફરીદીએ યુ-ટ્યુબ પર કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો રેકૉર્ડ એટલો બધો ઉદાહરણીય છે કે મેચ પૂરી થયા પછી પાડોશી ખેલાડી માફી માગ્યા કરતા હતા.

આફરીદીએ કહ્યું કે મેં હંમેસા ભારત વિરુદ્ધ આનંદ માણ્યો છે. અમે એટલું સારી રીતે શાનદાર અંદાજથી હરાવીએ. હું માનું છું કે અમે તેમને એટલી બધી વાર એવી રીતે હરાવી દીધા છે કે મેચ પૂરી થયા પછી તેમણે અમારી માફી માગી. આફરીદીએ કહ્યં કે હંમેશાં જ ભારત અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચનો આનંદ માણ્યો છે. આ ટીમ વિરુદ્ધ તમે વધારે દબાણ અનુભવો છે. આ ટીમ સારી અને મોટી ટીમ છે. તે દેશોની સામે સારું કરવું એ મોટી વાત છે.

સાથે જ આફરીદીએ ભારત વિરુદ્ધ પોતાની ઇનિંગ વિશે કહ્યું કે તેની બેસ્ટ મેચ 1999માં ચેન્નઇમાં હતી, જ્યારે તેણે 141 રન્સ બનાવ્યા હતા. આ ઇનિંગ આ વાતને જોતાં હજી વધારે યાદગાર બની જાય છે કે આ ટ્રીપ માટે તેને એકવાર માટે તો ટીમમાં સામેલ પણ નહોતો કરવામાં આવવાનો. આફરીદીએ કહ્યું કે આ પ્રવાસ માટે શરૂઆતમાં તેની પસંદગી ટીમમાં થઈ નહોતી. એવા સમયે ચીફ સેલેક્ટર અને વસીમભાઇએ મારું ઘણું સમર્થન કર્યું. આ ખૂબ જ મુશ્કેલ ટૂર હતી અને તે 141 રન ખૂબ જ મહત્વના હતા.

sports news sports cricket news shahid afridi