Wimbledon 2019: સેરેના અને હાલેપ વચ્ચે શનિવારે રમાશે ખિતાબી જંગ

12 July, 2019 04:53 PM IST  |  London

Wimbledon 2019: સેરેના અને હાલેપ વચ્ચે શનિવારે રમાશે ખિતાબી જંગ

London : વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલનડ 2019માં અમેરિકાની મહિલા ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને સિમોના હાલેપ વચ્ચે થશે ખિતાબી જંગ. મહિલા સિંગ્લ્સની ફાઇનલ મેચ શનિવારે રમાશે. સેરેના વિલિયમ્સે સેમિફાઇનલમાં ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવાને પરાજય આપ્યો તો હાલેપે યૂક્રેનની ઇલિના સ્વિતોલિનાને હરાવી હતી.

સેરેનાને 8મીવાર વિમ્બલ્ડનનું ટાઇટલ જીતવાની તક

વિમ્બલડન ઓપન 2019માં સેરેનાએ સ્ટ્રાયકોવાને 6-1, 6-2થી પરાજય આપ્યો હતો. સેરેનાને વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચવા માટે 59 મિનિટનો સમય લીધો હતો. આ સાથે સેરેના માટે 8મી વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતવાની તક છે. આ સાથે તે ઓલ ટાઇમ સર્વાધિક ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના માર્ગે્ટ કોર્ટની બરોબરી કરી લેશે, જેના નામે 24 ટાઇટલ છે.

મેચ બાદ સેરેનાએ કહ્યું, હું જે કરુ છું તેને પ્રેમ કરુ છું. હું દરરોજ સવારે ઉઠુ છું અને ફિટ રહેવાનો પ્રયત્ન કરુ છું. ફાઇનલમાં પહોંચવાનો અનુભવ સારો છે. બીજીવાર ફાઇનલમાં આવીને સારૂ લાગ્યું. આ ચોક્કસપણે સારૂ છે. મને કેટલિક મેચની જરૂર હતી. હું જાણતી હતી કે મારે સુધાર કરવાની જરૂર છે. મારે સારૂ અનુભવવું પડશે અને પછી હું તે કરીશ જે સારૂ કરુ છું, ટેનિસ રમવું. હાલેપની સાથે રમાનારી ફાઇનલ પર તેણે કહ્યું, અમારી બંન્ને વચ્ચે રોમાંચક મેચ થઈ છે. મારા માટે આ કાંટાનો મુકાબલો છે અને હું ફાઇનલ માટે તૈયાર છું.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

હાલેપ પહેલીવાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચી
સિમોના હાલેપ પહેલીવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેના નામે એક ગ્રાન્ડસ્લેમ છે જે તેણે પાછલા વર્ષે ફ્રેન્ચ ઓપનના રૂપમાં જીત્યું હતું. તો સ્વિતોલિનાનું પ્રથમવાર વિમ્બલ્ડન ફાઇનલ રમવાનું સપનું અધુરૂ રહી ગયું હતું. હાલેપે તેને
6-1, 6-3થી પરાજય આપ્યો હતો. આ મેચ એક કલાક 13 મિનિટ સુધી ચાલી હતી. સ્વિતોલિના પ્રથમવાર કોઈપણ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી હતી.

tennis news wimbledon serena williams