હૉટ સેરેના વિલિયમ્સે મગજ શાંત રાખીને માર્યો ચોક્કો

11 September, 2012 05:48 AM IST  | 

હૉટ સેરેના વિલિયમ્સે મગજ શાંત રાખીને માર્યો ચોક્કો

૧૯૯૯, ૨૦૦૨ અને ૨૦૦૮ બાદ સેરેના આ સાથે ચોથી વાર આ ટ્રોફી જીતી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં સેરેના એક સમયે ૩-૫થી પાછળ રહ્યા બાદ પોતાના અનુભવને જોરે નિર્ણાયક સમયે જ મગજ શાંત રાખી જોરદાર કમબૅક કરી સેટ ૭-૫થી જીતીને ટાઇટલ મેળવ્યું હતું. ૨૦૦૯માં સેમી ફાઇનલમાં અને ગયા વર્ષે ફાઇનલમાં અમુક નિર્ણયો સામે ગુસ્સે ભરાતાં તેને દંડ થયો હતો અને એ મૅચ તેણે ગુમાવી હતી. જોકે આ વર્ષે વિમ્બલ્ડન ટાઇટલ અને ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેળવ્યા બાદ જીતવા માટે ફેવરિટ સેરેના કટોકટી વખતે મગજ શાંત રાખીને પાછળ રહી ગયા છતાં કમબૅક કરીને ચૅમ્પિયન બની હતી. બીજી તરફ અઝરેન્કા હાર બાદ રીતસર રડી પડી હતી.

તસવીરો : એએફપી