૨૦૦૯માં શ્રીલંકા સામેની વીરુની ૨૯૩ની ઇનિંગ્સ લાજવાબ હતી : સચિન

23 November, 2012 05:50 AM IST  | 

૨૦૦૯માં શ્રીલંકા સામેની વીરુની ૨૯૩ની ઇનિંગ્સ લાજવાબ હતી : સચિન

વીરુની ૨૦૦૧થી શરૂ થયેલી ટેસ્ટ-કરીઅરથી તેની સાથે રમી રહેલા સચિન તેન્ડુલકરે તેના આ હાર્ડ-હિટિંગ સાથીનાં આજના આ યાદગાર દિવસે ભારે વખાણ કર્યાં હતાં અને પહેલી ટેસ્ટની યાદો તાજી કરી હતી.

પહેલી ટેસ્ટ રમવા સેહવાગ મેદાનમાં ઊતર્યો ત્યારે સચિન નૉન-સ્ટ્રાઇકર હતો. સચિન એ પ્રસંગને યાદ કરતાં કહે છે, ‘મેં તેને પૂછ્યું હતું કે શું તું નર્વસ છે. ત્યારે તેણે હા પાડી હતી. પછી મેં તેને ટેન્શન ન લેવા જણાવીને કહ્યું હતું કે નર્વસ હોવું એ સ્વાભાવિક છે અને થોડો સમય મેદાનમાં ટકી જઈશ તો બધું બરાબર થઈ જશે એવી સલાહ આપી હતી.’

સેહવાગની વાનખેડેમાં શ્રીલંકા સામેની ૨૯૩ રનની ઇનિંગ્સને સચિન લાજવાબ ગણાવે છે.

લોકો સેહવાગને બેજવાબદાર અને વિચાર કર્યા વગર રમતો ક્રિકેટર કહે છે એ વિશે સચિન કહે છે, ‘તે ઘણું વિચારે છે, પણ

તેની સ્ટાઇલ અલગ છે. તેની પોતાની એક અનોખી સ્ટાઇલ છે. લોકોને પોતાનો અભિપ્રાય હોય છે, પણ વીરુ બરાબર જાણે છે કે યોગ્ય શું છે અને એ મેળવવા શું કરવાનું છે.’