વેટલ સતત બીજા વર્ષે બન્યો ઇન્ડિયન ગ્રાં પ્રિ ચેમ્પિયન

29 October, 2012 06:20 AM IST  | 

વેટલ સતત બીજા વર્ષે બન્યો ઇન્ડિયન ગ્રાં પ્રિ ચેમ્પિયન

તે સતત બીજા વર્ષે ભારતની આ સ્પર્ધા જીત્યો છે. તે હવે આ જીત સાથે લાગલગાટ ત્રીજા વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતનાર યંગેસ્ટ રેસિંગ કાર-ડ્રાઇવર ઘોષિત થશે એવી સંભાવના છે. તે ૬૦ લૅપ (૬૦ રાઉન્ડ)માં શરૂઆતથી છેવટ સુધી અગ્રેસર રહ્યો હતો. તેણે રેસ એક કલાક ૩૧ મિનિટ ૧૦.૭૪૪ સેકન્ડમાં પૂરી કરી હતી. વેટલ રેડ બુલ-રેનૉલ્ટ ટીમનો હતો, જ્યારે તેનાથી ૯.૪ સેકન્ડ પાછળ રહીને બીજા નંબરે આવેલો સ્પેનનો ફર્નાન્ડો અલૉન્સો ફરારીની ટીમનો હતો. રેડ બુલ-રેનૉલ્ટનો જ ઑસ્ટ્રેલિયન કાર-ડ્રાઇવર માર્ક વેબર ત્રીજો આવ્યો હતો. ભારતનો નારાયણ કાર્તિકેયન છેક ૨૧મા નંબરે રહી ગયો હતો. હરભજન સિંહ આ રેસ જોવા આવ્યો હતો.

એ ઉપરાંત હાજરી આપનારાઓમાં ઍક્ટરો અજય દેવગન તથા અનિલ કપૂર અને ઍક્ટ્રેસો સોનાક્ષી સિંહા અને નેહા ધુપિયા તેમ જ સિંગર શાન સહિત અનેક સેલિબ્રિટીઝનો સમાવેશ હતો. ચેન્નઈનો ગુજરાતી રેસિંગ કાર-ડ્રાઇવર આદિત્ય પટેલે શનિવારે જેકે રેસિંગ એશિયા સિરીઝના અગિયારમા રાઉન્ડમાં ત્રીજા નંબરે આવ્યા પછી ગઈ કાલે બારમા રાઉન્ડમાં બીજા સ્થાનના રૂપમાં અનેરી સિદ્ધિ મેળવી હતી. તસવીરો : એએફપી