સાત્વિક-ચિરાગની જોડી પહોંચી ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં

28 October, 2019 10:15 AM IST  |  પૅરિસ

સાત્વિક-ચિરાગની જોડી પહોંચી ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં

સાત્વિક અને ચિરાગ

ઇન્ડિયન બૅડ્મિન્ટન પ્લેયરોની જોડી સાત્ત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી ફ્રેન્ચ ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયા છે. સેમી ફાઇનલમાં આ જોડીએ જપાની જોડી હીરોયુકી ઇન્ડો અને યુતા વતાનબેને ૨૧-૧૧, ૨૫-૨૩થી હાર આપી હતી. સાત્ત્વિક અને ચિરાગની જોડી ફાઇનલમાં ઇન્ડોનેશિયાની વર્લ્ડ નંબર વન જોડી માર્કસ ગિડિયન અને કેવિન સુકામુલ્જો સામે રમશે. આ જીત સાથે ચિરાગ અને સાત્ત્વિકે ભારતીય આશાઓને જાળવી રાખતાં એક મેડલ નક્કી કરી લીધો છે. આ વર્ષે ઑગસ્ટમાં સાત્ત્વિક અને ચિરાગની જોડી થાઇલૅન્ડ ઓપનમાં ટાઇટલ જીતી હતી.

sports news