વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ્સની ફાઇનલમાં સરજુબાલાદેવી અને સ્વીટીને સિલ્વર

25 November, 2014 05:34 AM IST  | 

વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ્સની ફાઇનલમાં સરજુબાલાદેવી અને સ્વીટીને સિલ્વર



સાઉથ કોરિયાના જેજુમાં રમાયેલી ૮મી વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ્સની ફાઇનલમાં ભારતીય મહિલા બૉક્સર સરજુબાલાદેવી ૪૮ કિલો અને સ્વીટી ૮૧ કિલો વર્ગમાં હારી જતાં સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. સરજુબાલા દેવીને વિશ્વની નંબર ૩ ક્રમાંક ધરાવતી કઝાખસ્તાનની નઝીમ કીઝઇબે હરાવી હતી જેણે ગયા વર્ષે આ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બીજી તરફ સ્વીટીને ચીનની ઝિયાઓલી યાન્ગે હરાવી હતી. ભારત ગયા વર્ષે આ સ્પર્ધામાં માત્ર એક બ્રૉન્ઝ મેડલ મેળવી શક્યું હતું, જ્યારે આ વખતે બે સિલ્વર મેડલ જીત્યાં છે.