સૉલિડ સરફરાઝ બાદ મક્કમ ટેલર

21 November, 2014 06:20 AM IST  | 

સૉલિડ સરફરાઝ બાદ મક્કમ ટેલર



રોસ ટેલરની હૉફ સેન્ચૂરીને કારણે પાકિસ્તાની બેટ્સમેન સરફરાઝ અહેમદે કરેલી સેન્ચૂરી બાદ દુબઈ ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડની હાલત સાવ ખરાબ થતા બચી હતી. બીજી ટેસ્ટના ચોથા દિવસે ટેલરે પોતાની ૨૩ મી હાફ સેન્ચૂરી કરી ૭૭ રને નોટ આઉટ છે. તેમજ તેની ટીમને ૪ વિકેટે ૭૯ રનનાં ધબડકામાંથી બચાવીને દિવસના અંતે છ વિકેટે ૧૬૭ રન કર્યા હતા. જેને કારણે ન્યુ ઝીલૅન્ડની ટીમે કુલ ૧૭૭ રનની લીડ લીધી હતી. માર્ક ક્રેગ હાલ ટેલરની સાથે ક્રિસ પર છે. પાકિસ્તાને અબુ દાબીમાં રમાયેલી ટેસ્ટ મૅચ ૨૪૮ રને જીતી લીધી હતી.

સરફરાઝનાં ૧૧ર રનને કારણે પાકિસ્તાન ન્યુ ઝીલૅન્ડે કરેલા ૪૦૩ રનના જવાબમાં પહેલી ઇનિંગ્સમાં ૩૯૩ રન કરી શકયા હતા. જેને કારણે ન્યુ ઝીલૅન્ડને માત્ર ૧૦ રનની લીડ મળી હતી. પાકિસ્તાન ન્યુ ઝીલૅન્ડ કરતા ૯૧ રન પાછળ હતું તેમજ તેની ૯ વિકેટ પડી ગઈ હતી. પરંતુ સરફરાઝે રાહત અલી સાથે મળીને ટીમના સ્કૉરને ન્યુ ઝીલફન્ડની લગભગ લગોલગ પહોંચાડ્યો હતો. સરફરાઝ એહમદ એક વર્ષમાં ત્રણ સદી ફટકારનારો પેહલો પાકિસ્તાની વિકેટ કિપર બન્યો હતો. તેજ પ્રમાણે પાકિસ્તાની સ્પીન આક્રમણનો જોરદાર સામનો કરી રોઝ ટેલરે મૅચને રસપ્રદ તબક્કા સુધી લઈ આવ્યો હતો. પાકિસ્તાની સ્પીનર ઝુલ્ફીકાર બાબપે ૬૦ રન આપી ૩ વિકેટ તો યાસીર શાહે પણ ૬૫ રન આપી ૩ વિકેટ લીધી હતી. આમ સરફરાઝની સદી તથા રોસ ટેલરની અડીખમ રમતને કારણે મૅચ ખુબ જ રસપ્રદ તબક્કામાં પહોંચી છે.