✕

હિમાચલ પ્રદેશ સામે સરફરાઝ ખાનની સદીના આધારે મુંબઈએ ૨૫૮ રનની લીડ મેળવી લીધી

20 October, 2026 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈએ બીજા દિવસે ૩૭મી ઓવરમાં ૧૦૭-૨ના સ્કોર સાથે ઇનિંગ્સને આગળ વધારી હતી. મુશીર ખાને ૧૭૩ બૉલમાં ૫૭ રન અને કૅપ્ટન સિદ્ધેશ લાડે ૧૮૮ બૉલમાં ૮૭ રન ફટકારીને ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો.

સરફરાઝની સદીથી મુંબઈને ૨૫૮ રનની લીડ

બિલાસપુરમાં રણજી ટ્રોફી સીઝનની બીજા રાઉન્ડની મૅચમાં મુંબઈએ બીજા દિવસના અંતે ૧૨૩  ઓવરમાં ૩૯૮-૪નો સ્કોર કર્યો હતો. હિમાચલ પ્રદેશે પહેલી ઇનિંગ્સમાં ૧૪૦ રન કર્યા હોવાથી મુંબઈ પાસે હાલમાં ૨૫૮ રનની લીડ છે. 

મુંબઈએ બીજા દિવસે ૩૭મી ઓવરમાં ૧૦૭-૨ના સ્કોર સાથે ઇનિંગ્સને આગળ વધારી હતી. મુશીર ખાને ૧૭૩ બૉલમાં ૫૭ રન અને કૅપ્ટન સિદ્ધેશ લાડે ૧૮૮ બૉલમાં ૮૭ રન ફટકારીને ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. પાંચમા ક્રમે રમવા આવેલા સરફરાઝ ખાને ૨૧૩ બૉલમાં ૧૮ ફોરની મદદથી અણનમ ૧૩૯  રન કરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અઢારમી સદી નોંધાવી હતી. વિકેટકીપર-બૅટર આકાશ આનંદ ૧૫૨ બૉલમાં ૫૮ રન કરીને નૉટઆઉટ રહ્યો હતો. હિમાચલ પ્રદેશના ફાસ્ટ બોલર અભિષેક કુમાર અને જિતેન્દ્ર રાણાને બે-બે વિકેટ મળી હતી.

sarfaraz khan himachal pradesh ranji trophy cricket news sports sports news