સંજુ સૅમસને સ્કૂલમાં જીતેલી ટ્રોફીઓ ચોરાઈ ગઈ

13 April, 2014 05:31 AM IST  | 

સંજુ સૅમસને સ્કૂલમાં જીતેલી ટ્રોફીઓ ચોરાઈ ગઈ



પોલીસ-અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે તિરુવનંતપુરમ નજીક વિઝિન્જામ દરિયાકાંઠે આવેલા સંજુના પિતાનું આ ઘર મોટા ભાગે બંધ જ રહેતું હતું અને તેઓ શહેરની નજીક ભાડેથી રહે છે. ઘરના મેઇન હૉલમાં રાખેલી ટ્રોફીઓ ચોરો ઉપાડી ગયા હતા અને થોડીક તોડી-ફોડી નાખી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ચોરો પાછળના દરવાજાથી ટેરેસના માર્ગે ઘરમાં ઘૂસ્યા હતા અને ટ્રોફી તથા સ્મૃતિચિહ્નોમાંથી કૉપર અને તાંબાનો ભાગ કાઢીને લઈ ગયા હતા, જ્યારે લાડકાનો ભાગ છોડી દીધો હતો.