કોહલીની ટીમ ઇમરાનની ટીમની યાદ અપાવે છે : માંજરેકર

04 February, 2020 12:33 PM IST  |  New Delhi

કોહલીની ટીમ ઇમરાનની ટીમની યાદ અપાવે છે : માંજરેકર

સંજય માંજરેકર

ટીમ ઇન્ડિયાએ જે પ્રમાણે ન્યુ ઝીલૅન્ડનો વાઇટ વૉશ કર્યો એને લીધે ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને ઇમરાનના નેતૃત્વવાળી પાકિસ્તાનની ટીમ યાદ આવી ગઈ. માંજરેકરે કહ્યું કહ્યું કે ‘કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ જે પ્રમાણે ન્યુ ઝીલૅન્ડમાં રમી છે એ જોઈને મને ઇમરાન ખાનની આગેવાનીવાળી પાકિસ્તાની ટીમની યાદ આવી ગઈ. એ ટીમ હારની સ્થિતિમાંથી નીકળીને જીત મેળવી શકે છે. ટીમ તરીકે તેમનામાં આત્મવિશ્વાસ ઘણો છે. ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ હંમેશાં હારની સ્થિતિમાં પહોંચીને મૅચ જીતી જતી હતી. આ વાત ત્યારે સંભવ છે જ્યારે તમને તમારા પર પ્રબળ આત્મવિશ્વાસ હોય.’

sanjay manjrekar virat kohli imran khan cricket news sports news